સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ, ગૂંગળામણના લીધે 1નું મોત, ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે
February 25, 2025
સુરત : સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
Related Articles
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘો...
Oct 27, 2026
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગ...
Oct 26, 2026
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જાન્યુઆરી ટોલ વસૂલાશે, 2200 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાયા
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જ...
Oct 21, 2026
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગુજરાત સુધીનું 19 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ઝડપાયું, ત્રણની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગ...
Oct 21, 2026
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર...
Oct 21, 2026
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ...
Oct 20, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026