સુરતના સચિન વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ, 24 કામદારો દાઝ્યા

November 29, 2023

સુરત : સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણથી વધુ ગાડી દોડી ગઈ છે. ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગમાં 24 કામદારો દાઝ્યા છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.