Breaking News :
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક

અમેરિકાથી ભારતીયોના ડિપોર્ટેશન મામલે પ્રથમ કાર્યવાહી, અમૃતસરના 40 ટ્રાવેલ એજન્ટના લાઇસન્સ રદ

February 24, 2025

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોને લઈને પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આજે (24મી ફેબ્રુઆરી) અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે. અમૃતસરના 40 જેટલા ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, અમેરિકાથી પનામા મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ રવિવારે (23મી ફેબ્રઆરી) સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી હતી. પનામાથી પરત લાવવામાં આવેલા ભારતીયોનો આ પહેલું ગ્રુપ હતું. અગાઉ અમેરિકાએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 332 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ ત્રણ વિમાનો દ્વારા ઘણાં ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 332 ભારતીય નાગરિકોને અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવ્યા છે.  લાખો ભારતીયો હજુ પણ અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે, અને આ દેશનિકાલ ઝુંબેશ આગામી મહિનાઓમાં ચાલુ રહી શકે છે.