વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
July 13, 2026
વિયેતનામના પ્રવાસી સ્થળ ફૂ કુઓક ટાપુ નજીક શનિવારે ભારતીય પ્રવાસીઓથી ભરેલી ટુરિસ્ટ બોટ સમુદ્રમાં પલટી જતાં 15 ભારતીયોના મોત થયા હતા. હવે આ દુર્ઘટના અંગે મોટો ખુલાસો થયો છે. મૃતકો એક ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક કંપની લાવા દ્વારા આયોજિત રિવોર્ડ ટ્રિપમાં વિયેતનામ ગયા હતા. કંપનીના જણાવ્યા મુજબ, મૃતકોમાં 14 ચેનલ પાર્ટનર્સ અને એક કર્મચારીનો સમાવેશ થાય છે. તેઓ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના રહેવાસી હતા.
લાવા કંપનીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે ફૂ કુઓક ટાપુ નજીક થયેલી આ દુર્ઘટનામાં કંપનીના 14 ચેનલ પાર્ટનર્સ અને ટીમના એક સભ્યએ જીવ ગુમાવ્યો છે. કંપનીએ તેને અકલ્પનીય દુર્ઘટના ગણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો.
દુર્ઘટનામાં તમિલનાડુના તિરુચિરાપલ્લીના 54 વર્ષીય શેખ અબ્દુલ્લા અબ્દુલ મજીદનું પણ મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, બોટમાં સવાર થતાં થોડા સમય પહેલાં તેમણે પત્ની, પુત્ર અને પૌત્રી સાથે વીડિયો કોલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ એવા ટાપુ પર જઈ રહ્યા છે જ્યાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ નહીં હોય અને પરત આવીને ફરી વાત કરશે. જોકે, આ જ વાતચીત પરિવાર સાથેની તેમની છેલ્લી વાતચીત સાબિત થઈ હતી.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026