લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, ડમ્પર પાછળ ટેમ્પો ટ્રાવેલ્સ ટકરાઈ

February 23, 2025

લીંબડી : લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક એક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટથી અમદાવાદ જતી ટેમ્પો ટ્રાવેલ્સ એક ડમ્પર પાછળ ટકરાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો છે. ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પોલીસ દ્વારા અકસ્માતને લઈને તપાસ શરૂ કરી દેવાઈ છે.