Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

બિહારમાં પૂરની સ્થિતિ, ફલ્ગુ નદીનું જળસ્તર વધ્યું, ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યૂ

June 21, 2025

બિહારમાં વરસાદના આગમન સાથે એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ સતત ભારે વરસાદે આફત ઉભી કરી છે. ખાસ કરીને ગયા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ફલ્ગુ નદીનું જળસ્તર વધી ગયું છે. નદીના પાણીનું સ્તર વધવા લાગ્યુ જેના કારણે પૂર્વીય તટ પર ઘણા લોકો ફસાઈ ગયા હતા.

આ ગંભીર સ્થિતિને જોતા NDRFની ટીમને હાજર રહેવા આદેશ કરાયા છે. બોટ દ્વારા ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.  ભારે વહેણને કારણે ફલ્ગુ નદીની બંને સહાયક નદીઓ મહાત્મા નદી અને લોકાયિક નદી બંને તોફાને ચડી છે. જળ સ્તર રેડ ઝોનમાં આવી ગયું છે. જેનાથી આજુબાજુના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.

પટના જિલ્લાા દનિયાવાં પ્રખંડમાં ત્રણ જગ્યાએ અને ફતુહા પ્રખંડમાં બે જગ્યા પર પુલ તૂટી ગયા છે. જેને જોતા ઘણા ગામોંના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને કેતીને પણ ભારે નુકસાન થયુ છે. ઘણા એકર જમીન પાણીમાં ડુબી ગઈ છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.