હાથમાં રાઇફલ લઇને રમ્યા ફુટબોલ મેચ, વીડિયા વાયરલ

February 08, 2025

મણિપુરના કાંગપોકપી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક ખેલાડીઓ અસોલ્ટ રાઇફલ હાથમાં લઇને ફુટબોલ રમી રહ્યા હોવાનું દેખાઇ રહ્યુ છે. આ ઘટનાએ જાતીય સંઘર્ષની વચ્ચે હથિયારોની વધી રહેલી હાજરી મામલે ચિંતા કરી છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં રમાયેલી ફુટબોલ મેચ હાલ તો ચર્ચાનો વિષય બની છે. હાથમાં રાઇફલ જોઇને લોકો પરેશાન છે.

હાથમાં રાઇફલ રાખીને મેચ રમતા દ્રશ્યોએ સૌ કોઇને આકર્ષ્યા હતા. ઘણા લાંગા સમયથી મણિપુરમાં સ્થિતી વણસી છે. અન્ય રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. હથિયાર લઇને ફુટબોલ રમતા ખેલાડીઓનો વાયર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ હથિયારો કોઇ સાદા હથિયાર નથી. પરંતુ વીડિયોમાં દેખાતા ખેલાડીઓ પાસે AK-47 અને અમેરિકાની M શ્રેણીની એસોલ્ટ રાઈફલ્સ છે. આ વિડીયો સૌપ્રથમ મણિપુરના કાંગપોક્પી જિલ્લાના એક સોશિયલ મીડિયા પ્રભાવકના પેજ પર દેખાયો હતો. આ બંદૂકોના બેરલ પર લાલ રિબન પણ બાંધવામાં આવે છે.

વીડિયોમાં બતાવેલ ઇવેન્ટ પોસ્ટર મુજબ, ફૂટબોલ મેચ 20 જાન્યુઆરીએ શરૂ થઈ હતી. પોસ્ટરમાં સ્થળનું નામ પણ દેખાય છે. આ સ્થળ નોહજાંગ કિપજેન મેમોરિયલ પ્લેગ્રાઉન્ડ છે, જે ગામનોમ્ફાઈ ગામમાં આવેલું છે. આ સ્થળ રાજધાની ઇમ્ફાલથી લગભગ 30 કિલોમીટર દૂર છે. આ ઘટનાએ વંશીય સંઘર્ષ વચ્ચે શસ્ત્રોની વધતી હાજરી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, આ વીડિયો પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે હવે આ વીડિયો પોતાના એકાઉન્ટમાંથી હટાવી દીધો છે અને એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં બંદૂકધારીઓ દેખાતા નથી.