અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ, એસ.જી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં પાણી

May 30, 2023

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ તોફાની પવન સાથે કરા સાથે વરસાદ ત્રાટકી રહ્યો છે. અમદાવાદ તેમજ રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદથી નુકસાન દેખાઈ રહ્યુ છે. ગુજરાતમાં અનેક શહેરોમાં વીજળી પડવાના ઉપરાંત તોફાની પવનો સાથે વૃક્ષો જમીનદોસ્ત થવાના બનાવો પણ બન્યા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે સાંજે ભારે પવન સાથે સોમવારે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થઈ ગયો હતો. આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લામાં આજે મોડી સાંજે વરસાદ પડવાનું શરુ થઈ ગયો હતો. જેના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અત્યારે અમદાવાદના એસ.જી હાઈવે, એસપી રીંગ રોડ, બોપલ, ઘુમા, નારણપુરામાં પર વરસાદ પડ્યો છે. 
આ બાજુ અમદાવાદમાં IPL-2023 ની ફાઈનલ  મેચ રમાઈ રહી છે, ત્યા એક સાથે વરસાદ પડતા થોડા સમય માટે મેચ બંધ કરવાની ફરજ પડી હતી.  જો કે હાલમાં મોઢેરા વિસ્તારમાં વરસાદ રોકાતા ફરી મેચ શરુ કરવામાં આવશે, પરંતુ હજુ પણ વરસાદનું વિઘ્ન તો ઊભું જ છે. તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. જેમાં સેટલાઈટ, વસ્ત્રાપુર, એસ.જી હાઈવે, એસપી રીંગ રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.