વિદેશમાં પણ દિપિકા પાદુકોણનો જાદુ છવાશે, ઑસ્કરમાં ભાગ લેશે મસ્તાની ગર્લ

March 03, 2023

મુંબઇ- બોલિવૂડની 'મસ્તાની' કહો કે 'ડિમ્પલ ગર્લ', દીપિકા પાદુકોણ દેશની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. અદભૂત અભિનય અને સુંદરતા માટે જાણીતી દીપિકા જાણે છે કે વિદેશમાં ભારતની પ્રતિષ્ઠા કેવી રીતે વધારવી. 'પઠાણ'ની રૂબીના બનીને દુનિયાભરના લોકોનું દિલ જીતનાર અભિનેત્રીએ ફરી એક વાર એવું અદ્ભુત કામ કર્યું છે, જે તમામ ભારતીયો માટે ખૂબ જ ખાસ બનવાનું છે. કાન્સ 2022માં જ્યુરીની ભૂમિકામાં પહોંચીને ભારતને ગર્વ અપાવનાર દીપિકા હવે ઓસ્કાર 2023ની પ્રેસેંન્ટર્સ ઓમાંની એક બની ગઈ છે.


દીપિકા પાદુકોણે ઓસ્કાર પહેલા પણ ઘણી વખત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનો ભાગ બનીને ભારતને ગૌરવ અપાવ્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરતી અભિનેત્રી એ ભારત માટે એક મોટી સિદ્ધિ હતી. ખાસ વાત એ છે કે દીપિકા ફ્રેન્ચ રિવેરામાં 10 દિવસથી વધુ સમય સુધી રોકાઈ હતી. આ સાથે, ડિમ્પલ ગર્લને ફ્રેન્ચ બ્રાન્ડ લુઈ વુઇટન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા કતારમાં તેની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.