વિદેશની ઘેલછાએ વધુ એક જીવ લીધો: ઉધાર પૈસાથી દીકરો વિદેશ ગયો, ઉઘરાણીથી કંટાળી પિતાનો આપઘાત
March 18, 2025

દેશભરમાં લોકોને વિદેશ જવાની ઘેલછાએ માજા મૂકી છે. મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક બાપે પોતાના દીકરાને વિદેશ મોકલવા માટે પોતાનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાથી સમગ્ર મહેસાણા જિલ્લામાં ચકચારી મચી જવા પામી છે.
મહેસાણાના ગોઝારીયા ગામમાં કૌશિક પંચોલીએ પોતાના દીકરાને વિદેશ જવાની ઈચ્છા પૂરી કરવા માટે અમદાવાદના એજન્ટની મદદ લીધી હતી. કૌશિક પંચોલીએ એજન્ટ ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલની મદદથી પુત્રને વિદેશ મોકલ્યો હતો. દીકરો વિદેશ પહોંચ્યો બાદમાં એજન્ટ્સે કૌશિક પંચોલી પાસે પૈસાની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમની આર્થિક સ્થિતિ કથળતી હોવાના કારણે તે પૈસા ચૂકવી નહતા શક્યાં. બાદમાં જો પૈસા નહીં આપે તો મારી નાંખવાની ધમકીઓ મળવા લાગી હતી,. જેનાથી કંટાળી કૌશિક પંચોલીએ પોતે જ્વલનશીલ પ્રવાહી આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. લાંઘણજ પોલીસે હાલ ત્રણેય શખસ સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણનો ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, આ ત્રણેય શખસો અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના રહેવાસી છે. તેમણે કૌશિક પંચોલીના દીકરાને વિદેશ મોકી આપ્યો હતો અને બાદમાં રૂપિયા માટે દબાણ કરતા હતા. પોતાની રૂપિયા મેળવવા માટે તેમણે કૌશિકભાઈ સાથે ગાળાગાળી તેમજ ઝપાઝપી પણ કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાથી નાસિપાસ થઈ કૌશિક પંચોલીએ પોતે આપઘાત કરી લીધો હતો.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025