પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ. એમ, ક્રિષ્નાનું નિધન

December 10, 2024

મંગળવારે સવારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દેશના પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી SM Krishnaનું નિધન થયુ છે. આજે એટલે કે મંગળવારે રાત્રે 2.45 કલાકે તેમણે બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા. એસએમ કૃષ્ણાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. 92 વર્ષના કૃષ્ણાનું તેમના નિવાસસ્થાને અવસાન થયું.

1 મે ​​1932ના રોજ સોમનહલ્લી ગામમાં, માંડ્યા, કર્ણાટકમાં જન્મેલા એસએમ કૃષ્ણાનું પૂરું નામ સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણ હતું. તેમણે મૈસૂરથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ તે કાયદાનો અભ્યાસ કરવા બેંગલુરુ ગયા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1962ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં, તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા અને માંડ્યામાંથી ધારાસભ્ય તરીકે જીત્યા. તેઓએ 1964 માં લગ્ન કર્યા.