લચ્છા પરાઠા, દાળ તડકાથી લઈને બદામનો હલવો... પુતિને રાષ્ટ્રપતિભવન પારંપરિક વાનગીઓની જયાફત માણી
December 06, 2025
રાત્રિ ભોજનની શરૂઆત મુરુંગેલાઈ ચારુથી કરવામાં આવી હતી, જે દક્ષિણ ભારતીય શૈલીનું સૂપ છે. ત્યારબાદ મહેમાનોને વિવિધ પ્રકારના શાકાહારી સ્ટાર્ટર પીરસવામાં આવ્યા હતા, જેમાં ગુચ્છિ દૂન ચેટિન-કાશ્મીરની પારંપરિક વાનગી, કાલે ચલે કી શિકમપુરી, સબ્જી ઝોલ મોમો(ચટણી સાથે) આ તમામ વાનગીઓ કાશ્મીરથી લઈને પૂર્વીય હિમાલય સુધીની પ્રાદેશિક પરંપરાગત સ્વાદ અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. સ્ટાર્ટર પછી મેઈન કોર્સની શરૂઆત થઈ, જ્યાં રાષ્ટ્રપતિ ભવનના શેફ દ્વારા શિયાળુ ભારતીય પાક પરંપરાગત વાનગી પીરસવામાં આવી. જેમાં જાફરાની પનીર રોલ, પાલક મેથી મટર કા સાગ, તંદૂરી ભરવાં આલૂ, અચારી બૈંગન, દાળ તડકા, સૂકા મેવા અને કેસર પુલાવ તેમજ રોટીના વિકલ્પોમાં લચ્છા પરાઠા, મગજ નાન, સતનાજ રોટી, મિસ્સી રોટી અને બિસ્કુટી રોટી સામેલ હતા.
ભોજનના અંતે ડેઝર્ટમાં પણ ભારતીય પરંપરાની ઝલક જોવા મળી. ડેઝર્ટમાં બદામનો હલવો અને કેસર પિસ્તા કુલ્ફી પીરસવામાં આવ્યા હતા, જેની સાથે તાજા ફળો પણ હતા. આ સિવાય પ્રાદેશિક સ્વાદ તરીકે ગુડ સંદેશ અને મુરુકુ પણ પીરસાયા હતા, જેમણે મીઠાશની સાથે સાથે ક્રિસ્પીનેસનો સ્પેશિયલ લોકલ ટચ આપ્યો હતો.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026