વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો
February 16, 2026
સોના અને ચાંદીના રોકાણકારો માટે આજે સવારના સમયે બજારમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે. આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીમાં જોરદાર વેચવાલીને કારણે ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.
આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,44,360.00 હતો, જેની સામે આજે બજાર ₹2,38,489.00 પર ખૂલ્યું હતું. આમ, બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં પ્રતિ કિલો ₹5,871નો સીધો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ટ્રેડિંગ દરમિયાન ઘટાડો વધુ ઘેરો બન્યો હતો અને ચાંદી વધુ ગબડીને 235789ના સ્તરને સ્પર્શી ગઈ હતી. આ સાથે આજે ચાંદીના ભાવમાં તેના ઉચ્ચ સ્તરથી અત્યાર સુધીમાં ₹8,571થી વધુનો કડાકો બોલાઈ ચૂક્યો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં ચાંદી તેના પાછલા બંધ ભાવથી આશરે 3.04% એટલે કે ₹7,418.00 રૂપિયાના ઘટાડા સાથે ₹2,36,942 પર ટ્રેડ કરી રહી છે.
ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,55,895.00 પ્રતિ 10 ગ્રામ હતો. આજે સોનું ₹1,54,999.00 ના ભાવે ખૂલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ સોનામાં અગાઉના બંધ ભાવની સરખામણીએ ₹896નો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સોનું વધુ ગગડીને ₹1,54,386.00 ના લઘુત્તમ સ્તર સુધી પહોંચી ગયું હતું. આમ, સોનામાં પણ તેના પાછલા બંધ ભાવથી ₹1,500થી વધુનો કડાકો જોવા મળ્યો છે. જોકે સમાચાર લખવા સુધીમાં સોનામાં થોડીક રિકવરી દેખાઈ હતી અને તેની કિંમત ₹1,54,687 રૂપિયા પર ટ્રેડ થવા લાગી હતી.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026