જર્મનીના ચાન્સેલર બે દિવસ ભારતના પ્રવાસે

January 12, 2026

અંદાજે ₹52,500 કરોડના આ મેગા પ્રોજેક્ટ હેઠળ જર્મનીની દિગ્ગજ કંપની ‘થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ’ અને ભારતની ‘માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ વચ્ચે સમજૂતી થઈ શકે છે. જર્મનીના ચાન્સેલર ફ્રિડરિખ મેર્‍ઝ તેમના પ્રથમ એશિયા પ્રવાસના ભાગરૂપે બે દિવસ માટે ભારત પહોંચ્યા છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી શિષ્ટાચાર નથી, પરંતુ ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થવાની છે.

આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ ભારતીય નૌસેના માટે છ અદ્યતન પનડુબીઓ બનાવવાનો પ્રસ્તાવ છે. અંદાજે ₹52,500 કરોડના આ મેગા પ્રોજેક્ટ હેઠળ જર્મનીની દિગ્ગજ કંપની ‘થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ’ અને ભારતની ‘માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ વચ્ચે ટેકનોલોજીના હસ્તાંતરણ અને નિર્માણ અંગે સમજૂતી થઈ શકે છે.

આ સોદો ભારત માટે કેમ મહત્વનો છે?
વૈશ્વિક રાજનીતિમાં જ્યારે અસ્થિરતા વધી રહી છે અને હિંદ મહાસાગરમાં પડોશી દેશોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે ભારત માટે તેની નૌકાદળ શક્તિમાં વધારો કરવો અનિવાર્ય છે. આ ડીલથી ભારતને નીચે મુજબના ફાયદા થશે: