ક્રિકેટ જગતમાં મોટી હલચલ! યુગાંડાએ ઝિમ્બાબ્વેને 5 વિકેટથી હરાવી મોટો અપસેટ સર્જ્યો

November 27, 2023

આવતા વર્ષે T20 World Cup રમાનાર છે જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. T20 World Cup 2024માં 20 ટીમો ભાગ લેવાની છે. જેના માટે હાલમાં ક્વાલિફાયર મેચો રમાઈ રહી છે. જેમાંથી એક કવલિફાયર મેચ યુગાંડા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ હતી. જેમાં યુગાંડાની ટીમે ઝિમ્બાબ્વેને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. જેના પછી T20 World Cup 2024માં ઝિમ્બાબ્વેના રમવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. T20 World Cup 2024ની એક ક્વાલિફાયર મેચમાં યુગાંડાની ટીમે ઝિમ્બાબ્વેને 5 વિકેટથી હરાવીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે. આ હાર સાથે ઝિમ્બાબ્વે પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઝિમ્બાબ્વે માટે વર્લ્ડ કપ 2024 રમવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ ક્વાલિફાયરની ટોપ 2 ટીમો જ આવતા વર્ષના વર્લ્ડ કપ માટે ક્વાલિફાય કરી શકશે. આવી સ્થિતિમાં યુગાન્ડાએ ઝિમ્બાબ્વેને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.યુગાંડા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી આ ક્વાલિફાયર મેચમાં યુગાંડાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 136 રન બનાવી શકી હતી. જેના જવાબમાં યુગાંડાની ટાઇમ 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવની લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. યુગાંડા માટે અલ્પેશ અને રિયાઝ શાહે શાનદાર બેટિંગ કરી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.