ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયામાંથી ૨૦૩ કિલો ડ્રગ્સ સાથે બે ઈરાનીને ઝડપી પાડ્યા
February 18, 2026
ગુજરાત ઍન્ટિ-ટેરિરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને કોસ્ટગાર્ડની ટીમે ફરી એક વાર દરિયાના રસ્તે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની તસ્કરોની યોજનાને નિષ્ફળ બનાવી હતી. ૧૬ ફેબ્રુઆરીએ રાતે ભારતીય તટ રક્ષક દળો અને ATSએ સંયુક્ત અભિયાનમાં એક સ્પીડબોટનો પીછો કરીને એમાંનું ૨૦૩ કિલો સંદિગ્ધ ક્રિસ્ટલ જેવું નશીલું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
પોરબંદર આવી રહેલા વિદેશી ચાલક દળના બે સભ્યોને પકડવામાં આવ્યા છે. ATSને ગુપ્ત માહિતી મળી હતી કે ઉત્તર-પશ્ચિમ કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમારેખા પાસે માછલી પકડવા માટેની શંકાસ્પદ બોટને રોકી હતી. એ બોટ ભાગવાની કોશિશ કરી રહી હતી ત્યારે અંધારામાં હ્યમુન અને ટેક્નિકલ સર્વેલન્સે એને પકડી લીધી હતી અને એમાંથી નાર્કોટિક્સ દ્રવ્ય પકડાયું હતું.
બોટમાંથી અબ્દુલ મજિદ અને અબ્દુલ સત્તાર નામના બે ઈરાનીઓને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી એક-એક કિલોનાં ડ્રગ્સનાં ૨૦૩ પૅકેટ્સ અને એક ફોન મળી આવ્યાં હતાં. ડ્રગ્સ અને ઈરાનીઓને પોરબંદર લાવવામાં આવ્યા છે. અહીં કેમિકલનું વિશ્ળેષણ થશે અને તસ્કરોની કડક પૂછપરછ થશે.
Related Articles
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026