ગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગીલના શીરે, હાર્દિક પંડ્યાની મુંબઈમાં વાપસી બાદ બન્યો GTનો નવો કેપ્ટન
November 27, 2023

IPL 2024 સીઝનને લઇને રવિવારનો દિવસ ખુબ ખાસ રહ્યો. આ દિવસે તમામ 10 ટીમોએ પોતાના પ્લેયર્સની રિટેન અને રિલીઝ યાદી જાહેર કરી. જેમાં ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો. ટ્રાન્સફર વિંડો હેઠળ IPLના ઇતિહાસની સૌથી મોટી ટ્રેડ જોવા મળી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અંતે GTમાંથી અલવિદા કહ્યુ છે. એવામાં હવે ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની જાહેરાત કરી છે. લાંબી અટકળોના અંતે ગઈકાલે હાર્દિક પંડ્યા આખરે રવિવારે તેની જૂની આઇપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો. જે બાદ MIએ હાર્દિકનું ટ્વિટ કરી સ્વાગત કર્યું હતું. શિખર ધવનની કપ્તાની વાળી પંજાબ કિંગ્સે પોતાના 5 પ્લેયર્સને રિલીઝ કરી દીધા છે. આ પ્લેયર ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ઢાંડા, રાજ અંગદ બાવા અને શાહરુખ ખાન છે. પંજાબ ટીમે આ તમામને ટીમથી બહાર કરી દીધા છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પણ પોતાના 9 પ્લેયર્સને રિલીઝ કર્યા છે. આ ખેલાડી જે રૂટ, અબ્દુલ બાસિત, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, ઓબેડ મેકોય, મુરુગન અશ્વિન, કેસી કરિયપ્પા અને કેએમ આસિફ છે. જેમાં રૂટ, હોલ્ડર અને મેકોય વિદેશી પ્લેયર છે.
- KKRએ 12 ખેલાડીઓને કર્યા ટીમથી બહાર : કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં સૌથી વધુ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં વિદેશી પ્લેયર શાકિબ અલ હસન, લિટન દાસ, ડેવિડ વીસ, જોનસન ચાર્લ્સ, લોકી ફર્ગ્યૂસન અને ટીમ સાઉદી છે. આ સિવાય ભારતીય પ્યેલર્સમાં આર્યા દેસાઈ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ છે.
- લખનઉંએ આ ખેલાડીઓને કર્યા રિલીઝ : લખનઉં સુપર જાયન્ટ્સે જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, મનન વ્હોરા, સ્વપ્નિલ સિંહ, કરણ શર્મા, અર્પિત ગુલેરિયા, સૂર્યાંશ શેડગે અને કરુણ નાયરને રિલીઝ કર્યા છે.
- હૈદરાબાદે 6 ખેલાડીઓને કર્યા રિલીઝ : સનરાઈઝ્સ હૈદરાબાદે હૈરી બ્રૂક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિવરાંત શર્મા, અકીલ હોસેન અને આદિલ રશીદને રિલીઝ કર્યા છે.
- દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીઓને કર્યા રિલીઝ : રિલે રોસોઉ, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલિપ સાલ્ટ, મુસ્તાફિઝુર રહેમાન, ચેતન સાકરીયા, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, રીપલ પટેલ, અમન ખાન અને પ્રિયમ ગર્ગને રિલીઝ કર્યા છે.
- ચેન્નઈ ટીમઃ એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરકર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, તુષાર દેશપાંડે, મતિશા પાથિરાના, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, મહિષ થેક્ષાના, અજિંક્ય સિંધી, એન શેખ રાણા, એન. , અજય મંડલ
- કોલકાતા ટીમ: નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર, જેસન રોય, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
- પંજાબ ટીમઃ શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, હરપ્રીત ભાટિયા, અથર્વ તાઈડે, ઋષિ ધવન, સેમ કુરન, સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, ગુરનૂર સિંહ બ્રાર, શિવમ સિંહ, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, વિદાવથ કાવેરપ્પા, કાગિસો રબાડા અને નાથન એલિસ.
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025