ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે, હીટવેવની આગાહી

April 30, 2024

પોરબંદર - ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પહેલી મેથી ચોથી મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. 
હવામાન વિભાગની આગાહી અનુસાર, પહેલી મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે છે. કચ્છ, પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગરમ અને ભેજવાળુ હવામાન રહી શકે છે.
બીજી મેના રોજ દીવ અને પોરબંદરમાં હીટવેવની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહી શકે છે. જ્યારે ત્રીજી  મે અને ચોથી મેના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ,કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે.