IPLમાં સૌથી વધુ હારનો સામનો કરનાર કેપ્ટનની યાદી: ધોની છે ટોપ પર

May 20, 2024

મહેન્દ્ર સિંહ ધોની IPL ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 5 વખત ટાઈટલ જીતી ચુકી છે. પરંતુ શું તમે જાણો છો કે, MS ધોની IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનાર કેપ્ટન પણ છે. મહેન્દ્ર સિંહ ધોની IPLમાં કેપ્ટન તરીકે રેકોર્ડ 91 મેચ હારી ચૂક્યો છે.
બીજી તરફ વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે ચોક્કસપણે 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે, પરંતુ તે સૌથી વધુ મેચ ગુમાવનાર ત્રીજા કેપ્ટન છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમને 67 વખત હાર મળી છે. આ દિગ્ગજ ખેલાડીઓ બાદ ગૌતમ ગંભીરનું નામ આવે છે. ગૌતમ ગંભીરને કેપ્ટન તરીકે 57 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ઉપરાંત આ ખેલાડીએ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરી છે. ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા સ્થાન પર છે. ડેવિડ વોર્નર કેપ્ટન તરીકે 40 મેચ હારી ચૂક્યો છે. ત્યારબાદ એડમ ગિલક્રિસ્ટનો નંબર આવે છે. એડમ ગિલક્રિસ્ટે IPLમાં કેપ્ટન તરીકે 39 મેચ હારી છે. આ ઉપરાંત જો એક્ટિવ કેપ્ટનની વાત કરીએ તો કેએલ રાહુલ ટોપ પર છે. કેએલ રાહુલ કેપ્ટન તરીકે 31 મેચ હારી ચૂક્યો છે. જ્યારે શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે 29 મેચ હારી ચૂક્યો છે. સંજુ સેમસન કેપ્ટન તરીકે 28 મેચ હારી ચૂક્યો છે.