Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવામાં ગુજરાતીઓ ટોચે, બેરોજગારીને કારણે ભારતીયો વિદેશ જવા મજબૂર

October 28, 2024

ભારતમાં બેરોજગારી, મોઘવારી, વેપાર-ઉદ્યોગમાં મંદી સહિત વિવિધ કારણોસર ભારતીયો હવે વિદેશમાં જવા મજબૂર બન્યાં છે તેમાંય અમેરિકા તે ભારતીયોનું હોટ ફેવરીટ રહ્યું છે. બેફામ લૂંટ ચલાવી રહ્યાં લેભાગુ એજન્ટો પણ તકનો લાભ લઈને બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે અને લોકો લૂંટાઈ પણ રહ્યાં છે. દરમિયાન, અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના મતે, મેક્સિકો અને કેનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતાં કુલ મળીને 90415 ભારતીયો પકડાયાં છે જેમાં લગભગ 50 ટકા ગુજરાતીઓ છે.
પૈસા કમાવવાની સાથે સાથે અમેરિકામાં વસવાટ એ ગુજરાતીઓનું એક સપનું રહ્યું છે. વિદેશમાં વસવાટ કરવાની વધતી ઘેલછાને લીધે ગુજરાતીઓ જીવના જોખમે પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનું જોખમ કરી રહ્યા છે જેનો લેભાગુ એજન્ટો ભરપૂર લાભ લઇ રહ્યા છે. અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (યુએસ-સીબીપી) ના મતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતાં કુલ 90415 ભારતીયો પકડાયા હતા જેમાં 50 ટકા તો ગુજરાતીઓ જ હતા. તેના પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે ગુજરાતીઓને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યુ છે. આ ઉપરાંત મહત્ત્વની બાબત એ છે કે, ભારતીય નાગરિકત્વ છોડવાનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2022માં 241 જણાંએ ભારતીય નાગરિકતા ત્યજી હતી. જે વર્ષ 2023માં બમણી થઈ કેમ કે, 485 લોકોએ નાગરિકત્વ છોડી દીધી હતી. વર્ષ 2024માં મે મહિના સુધીમાં આ સંખ્યા 244 પર પહોંચી ગઈ હતી. છેલ્લાં નવ વર્ષમાં 22300 ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં ઠરીઠામ થયાં છે. નાગરિકત્વ છોડીને વિદેશ વસવાટ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ છે. બેરોજગારી, ધંધા રોજગારની- પૂરતી તક, વ્યાપારમાં મંદી, મોધવારી, દેશનું જટિલ માળખા સહિતના અનેક કારણે લોકો દેશનું નાગરિકત્વ છોડી રહ્યા છે.