હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું, શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

October 03, 2023

હળવદ શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા આવી પહોંચી હતી આ યાત્રા હળવદ શહેર ના સરા ચોકડી ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા ની સાથે જ હજારો સનાતની હિન્દુ માતાઓ બહેનો વડીલો યુવાનો એ ફુલની પાંદડીઓ અને ઢોલ નગારા ડીજેના તાલે વધાવી અને ભારત માતાકી જય વંદે માતરમ ના નાદ સાથે યાત્રા નું ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.

આ યાત્રા હળવદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ યાત્રા હિન્દુ સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટે જે જે બલિદાનએ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના શરીરનું બલિદાન આપી હિન્દુ ધર્મની રક્ષા કરી છે અને હિન્દુસ્તાન ભારત ઉપર આટલા આક્રમણો પછી પણ હિન્દુ સનાતન સંસ્કૃતિ આજે જીવંત છે અને દેશ અને દુનિયાને એક નવો રાહ ચિંધી રહી છે

ત્યારે આવા અમર બલિદાનીઓ ની યાદમાં એમના શોર્ય ગાથા ઉજાગર કરવા માટે આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાશહેરના તમામ સમાજના તમામ જ્ઞાતિના તમામ વર્ગના લોકો એકત્રિત થઈ અને યાત્રાને વધાવી હતી.

આ યાત્રામાં હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ અને પ્રભુચરણ આશ્રામના મહંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી હાજર સૌને આશીર્વાદ આપ્યા હતા. આ યાત્રાને સફ્ળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડના તમામ કાર્યકર્તાઓએ ભારે જેમ ઉઠાવી હતી.