અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 40 લોકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત
December 06, 2025
અમદાવાદ : અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સામાજિક પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા અંદાજે 35-40 જેટલા લોકો બીમાર પડ્યા હતા, જ્યારે દુર્ભાગ્યવશ એક યુવકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં એક પરિવાર દ્વારા નવા ઘરના પ્રસંગે લઇને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં અન્ય વાનગીઓની સાથે 'ગાજરનો હલવો' પણ પીરસવામાં આવ્યો હતો. જમણવાર પત્યા બાદ મોડી રાત્રે અચાનક મહેમાનોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદો શરૂ થઈ હતી.
ગાજરનો હલવો ખાધા બાદ એક પછી એક એમ કુલ 35થી 40 જેટલા લોકોની તબિયત લથડી હતી. સ્થિતિ વણસતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું, જેના કારણે પ્રસંગની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી.
Related Articles
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026