ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી
February 17, 2026
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર (Gold-Silver Price Crash) સતત ચાલુ છે અને દરરોજ આ કિંમતી ધાતુઓ સસ્તી થઈ રહી છે. સોમવારના મોટા ઘટાડા બાદ મંગળવારે પણ ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં રૂ. 4,600થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોનાના ભાવ પણ ગગડ્યા છે. ચાંદી હવે તેના ઓલ-ટાઈમ હાઈ લેવલથી રૂ. 1.80 લાખથી વધુ સસ્તી મળી રહી છે, જ્યારે સોનું રૂ. 38,000થી વધુ સસ્તું થયું છે.
સૌ પ્રથમ ચાંદીની કિંમતમાં સતત આવી રહેલા ઘટાડા વિશે વાત કરીએ તો, છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીનો પરપોટો ફૂટી ગયો (Silver Bubble Burst) હોય તેમ લાગી રહ્યું છે. તેને આ રીતે સમજી શકાય છે કે ગત 29 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ. 4 લાખને પાર કરી રૂ. 4,20,048ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. આ હાઈ લેવલથી અત્યાર સુધીમાં ચાંદી પ્રતિ કિલો રૂ. 1,80,157 સસ્તી થઈ ચૂકી છે.
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે પણ એમસીએક્સ પર ચાંદીના ભાવ ખુલતાની સાથે જ ઘટતા જોવા મળ્યા હતા. સોમવારે 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી રૂ. 2,39,891 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જેની સરખામણીમાં મંગળવારે ખુલતાની સાથે જ તે ઘટીને રૂ. 2,35,206 પર આવી ગઈ હતી. આ મુજબ જોતા, એક ઝટકે 1 કિલો ચાંદીના ભાવમાં રૂ. 4,685નો ઘટાડો થયો છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026