સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ: 'કંઈ શક્ય નથી' જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો
April 24, 2026
અમદાવાદ - સાબરમતી નદીના વધતા પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જીપીસીબી (GPCB) અને સીપીસીબી (CPCB)ને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, નદી શુદ્ધિકરણ મામલે તમારા સોગંદનામામાં જે 'નથિંગ ઈઝ પોસિબલ' (કંઈ પણ શક્ય નથી) જેવા વાક્યો લખ્યા છે તેને તાત્કાલિક હટાવી દો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે 100 ટકા કામ કરી શકવાના નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રયાસો જ છોડી દેવાય.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે નદીના પ્રદૂષણને લઈને વર્તમાન સ્થિતિ બિલકુલ સારી નથી. જો ઔદ્યોગિક એકમો, જીપીસીબી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી સીઈટીપી (CETP) આ તમામ સંસ્થાઓ એક જ લક્ષ્ય સાથે કામ કરશે, તો જ સ્થિતિમાં સુધારો આવવો શક્ય છે. સુનાવણી દરમિયાન જીપીસીબીએ સ્વીકાર્યું હતું કે શહેરના એક પણ સીઈટીપી હાલમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરી રહ્યા નથી. આ બાબતે કોર્ટે આકરું વલણ અપનાવતા કહ્યું કે, જો જીપીસીબીની આ વાત ખોટી હોય તો તેને સોગંદનામા પર સાબિત કરવી પડશે. કોર્ટ કોઈ પણ પક્ષની મૌખિક દલીલોને ગ્રાહ્ય રાખશે નહીં. જીપીસીબીની રજૂઆત મુજબ સીઈટીપીની જવાબદારી કોર્ટે નક્કી કરી હોવા છતાં ખાનગી સીઈટીપી નિયમોનું પાલન કરતા નથી. પાલન અંગે 'સંપૂર્ણ પાલન', 'આંશિક પાલન' અને 'પાલન નહીં કરનાર' એમ ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. હાલમાં 7 સીઈટીપી પૈકી 2 સીઈટીપી એવા છે જે આંશિક પાલન પણ કરી રહ્યા નથી.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026