ડૉક્ટરને સ્વાસ્થ્ય મંત્રીએ કર્યા સસ્પેન્ડ,બીજા દિવસે ગોવાના CMએ ઓર્ડર પલટ્યો

June 09, 2025

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે સ્પષ્ટ કરી દીધુ છે કે ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH)ના વરિષ્ઠ ડૉક્ટર રૂદ્રેશ કુટ્ટિકારને સસ્પેન્ડ ન કરી શકા. . આ નિવેદન સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે તરફથી એક દિવસ પહેલા ડૉક઼્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ બાદ આવ્યુ છે. CMએ કહ્યુ કે મે આ મામલે સમીક્ષા કરી છે સ્વાસ્થ્યમંત્રી સાથે ચર્ચા કરી છે. હું ગોવાની જનતાને આશ્વાસન આપુ છુ કે ડૉ. રૂદ્રેશને સસ્પેન્ડ નહી કરવામાં આવે.

સાવંતે ટ્વીટ કરીને કહ્યુ કે રાજ્ય સરકાર અને અમારી મેડિકલ ટીમ દરેક નાગરીકને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ. ડૉક્ટરોના અથાગ પ્રયાસ અને અમૂલ્ય સેવાની પ્રશંસા થવી જોઇએ, જે સતત લોકોના જીવ બચાવવા મથતા રહેતા હોય છે. શનિવારના ગોવાના સ્વાસ્થ્યમંત્રી વિશ્વજીત રાણેનો એક વીડિયો વાયરલ થયો જેમાં તે GMCHના એક સીનિયર ડૉક્ટર પર ગુસ્સો કાઢતા નજરે ચડ્યા હતા. તાત્કાલીક રીતે ડૉક્ટરને સસ્પેન્સ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો. 

આ ઘટના ત્યારે બની જ્યારે મંત્રીજી અચાનક નિરીક્ષણ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મંત્રીના ફોન પર ફરીયાદ કરવામાં આવી હતી કે ડૉક્ટર દર્દીઓની સારવાર કરવાનો ઇન્કાર કરી દે છે અને દર્દીઓના સગા સાથે ઉધતાઇ ભર્યો વ્યવહાર કરે છે. ડૉક્ટરને તપાસ દરમિયાન બરાબરના ઉઘડો લીધા જેઓ GMCHના મુખ્ય અધિકારી (CMO)ડૉ. રૂદ્રેશ કુટ્ટિકાર હતા.