મધ્યપ્રદેશમાં ભારે વરસાદ, ક્ષિપ્રા નદીમાં પૂરની પરિસ્થિતિ
September 18, 2023

દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ આ સમયે વાતાવરણ ખુશનુમા રહે છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (18 સપ્ટેમ્બર) દિલ્હી-NCRમાં દિવસભર વાદળછાયું આકાશ અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તરાખંડ, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં આજે એટલે કે 18 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.
મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. એટલું જ નહીં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ઘર અને દુકાનોમાં ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ આજે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025