Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

દક્ષિણ કોરિયામાં ભારે વરસાદથી તબાહી, 18ના મોત, અને લોકો થયા ગુમ

July 22, 2025

દક્ષિણ કોરિયામાં કુદરતી કહેર જોવા મળી રહ્યુ છે. જેના કારણે રસ્તા પર નદીઓ જેવું વહેણ સર્જાયુ છે. ભારે વરસાદના કારણે સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસત થયુ છે. રોજિંદા કામો ખોરવાયા છે. આ વરસાદી સંકટમાં 18 લોકોના મોત અને અનેક સ્થાનિકો ગુમ થયા છે. દક્ષિણ કોરિયામાં ભારે વરસાદથી તબાહી સર્જાઇ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર હમણા સુધીમાં જેટલા લોકો ગુમ થાય છે. તે વિસ્તારમાં ભયનો માહોલ છે. રાજધાની સિયોલની નજીક 62 કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત ગૈપ્યોન્ગમાં પૂરનું સંકટ ઘેરુ બન્યુ છે. અહીં 17 કલાકનો વરસાદ નોંધાયો છે. ગૈપ્યોન્ગ એ એવા વિસ્તારોમાં સામેલ છે જ્યાં એક દિવસમાં જ રેકોર્ડ તોડ વરસાદ નોંધાયો છે. 30 સપ્ટેમ્બર 1998ના રોજ અહીં વરસાદને પોતાનો અલગ જ રેકોર્ડ નોંધાવ્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, જમીન ધસી પડવી, પૂરનું સંકટ, ભારે વરસાદથી તબાહી સર્જાઇ છે. બજાર, ઘર અને ઓફિસોમાં પાણી ભરાયા છે. જેના કારણે અનાજ અને સામાનને મોટું નુકસાન પહોંચ્યુ છે. રસ્તા પર વાહનોના સ્થાને હોડી ચાલી રહી છે. ભારે વર્ષાના કારણે અહીં મોટુ નુકસાન થયુ છે. જેના કારણે સ્થાનિકોના ભવિષ્ય પર ખતરો ઉભો થયો છે.