મારી પણ ઇચ્છા છે કે હું IPL રમુ: પાકિસ્તાની બોલર હસન અલીનું નિવેદન
November 29, 2023

નવી દિલ્હી : પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી આઈપીએલમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી હતી. હસન અલીએ કહ્યું છે કે તેની ઈચ્છા એક દિવસ આઈપીએલ રમવાની છે. IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મેગા ટૂર્નામેન્ટની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19મી ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. લગભગ દરેક ક્રિકેટર ક્રિકેટની સૌથી મોટી લીગનો ભાગ બનવા માંગે છે. પરંતુ પાકિસ્તાની ક્રિકેટરોને તેમાં રમવાની તક મળતી નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીએ IPL રમવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, “દુનિયાનો દરેક ખેલાડી IPL રમવા માંગે છે, હું પણ IPL રમવા માંગુ છું. આ લીગ દુનિયાની સૌથી મોટી લીગ છે. મારી ઈચ્છા છે કે, એક દિવસ હું પણ IPLમાંરમું. આલીએ કહ્યું, 'આઈપીએલમાં ગ્લેમર છે, ખૂબ પૈસા છે. જો મને ભવિષ્યમાં તક મળશે તો હું ચોક્કસ ત્યાં રમીશ.” જ્યારે IPL 2008માં શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ IPLનો ભાગ હતા. આ ટૂર્નામેન્ટ દરમિયાન શોએબ મલિક, શોએબ અખ્તર, કામરાન અકમલ, સોહેલ તનવીર અને શાહિદ આફ્રિદી જેવા મોટા ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ 2008માં મુંબઈ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની ખેલાડીઓના ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાની ખેલાડીઓ પર IPLમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે.
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025