'મેં ખુદ ટેસ્ટ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી હતી...', બુમરાહનો ધડાકો, ગંભીર-ગિલ સાથેના સંબંધો પર તોડ્યું મૌન
June 18, 2025
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન ન બનવા અંગે મૌન તોડ્યું છે. બુમરાહે કહ્યું કે, 'મેં વર્કલોડના કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર કમાન સંભાળવાની ઓફર ઠુકરાવી દીધી હતી. મારા ઇનકાર બાદ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સ્ટાર બેટર શુભમન ગિલને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો.' બુમરાહે 20 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થતી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલા કેપ્ટનસી ન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરી છે. રોહિત શર્માએ સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી, બુમરાહ કેપ્ટન બનવા માટે સૌથી મોટો દાવેદાર હતો. ટેસ્ટ ટીમના કેપ્ટન ન બનવા અંગે બુમરાહે જણાવ્યું કે, 'આઈપીએલ દરમિયાન રોહિત અને વિરાટની નિવૃત્તિ પહેલા, મેં ટેસ્ટ મેચ સિરીઝમાં મારા વર્કલોડ વિશે બીસીસીઆઈ સાથે વાત કરી હતી. મેં મારી પીઠની સારવાર કરનારા લોકો સાથે તેમજ સર્જન સાથે પણ વાત કરી હતી, જેમણે હંમેશા મને કહ્યું છે કે, મારે વર્કલોડ વિશે સમજદાર રહેવું પડશે. તે પછી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે મારે થોડું સાવધ રહેવું પડશે. તેથી મેં બીસીસીઆઈને કહ્યું કે હું કેપ્ટન બનવા માંગતો નથી, કારણ કે હું પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં બધી મેચ રમી શકીશ નહીં.' બુમરાહે વધુમાં કહ્યું, 'હા, બીસીસીઆઈ કેપ્ટનશીપ માટે મારૂ નામ વિચારી રહી હતી. પરંતુ પછી મારે કહેવું પડ્યું કે ના, આ ટીમ માટે પણ વાજબી નથી. પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં, જો કોઈ એક ખેલાડી ત્રણ મેચમાં કેપ્ટનશીપ કરે અને અન્ય કોઈ ખેલાડી બે મેચમાં કમાન સંભાળે તો તે ટીમ માટે વાજબી નથી અને હું હંમેશા ટીમને પ્રાથમિકતા આપું છું.' ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નવા કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં બુમરાહે શુભમન વિષે વાત કરતા કહ્યું કે, 'શુભમન ગિલ સાથે મારો ખૂબ જ સારો સંબંધ છે અને જો કેપ્ટનને મારી જરૂર હોય, તો હું હંમેશા તૈયાર રહીશ. મારા અનુભવથી કઉ છું કે, તમારે ખેલાડીને સ્વતંત્રતા આપવી પડશે. જ્યારે પણ કેપ્ટનને મારી જરૂર હોય, ત્યારે હું હંમેશા તેની સાથે રહીશ. હું વચ્ચે કૂદીને આવવા નથી, જો મને કંઈક દેખાય છે, તો હું શાંતિથી કહીશ. મેં આ રીતે જ ક્રિકેટ રમ્યું છે. હું ઇચ્છું છું કે વ્યક્તિ સ્વતંત્ર રીતે કામ કરે. તે યુવાન છે, તેની પોતાની વિચારસરણી છે અને તે એવું જ હોવું જોઈએ. જો તેને મારી પાસેથી કંઈપણની જરૂર હોય, તો હું હંમેશા તેની સાથે રહીશ.'
Related Articles
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા લાખો ફોલોઅર્સ, ઈન્સ્ટાગ્રામે કરી સાફસફાઈ
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ...
May 09, 2026
IPLમાં ‘હની-ટ્રેપ’નો ખતરો! ખેલાડીઓને બચાવવા BCCIની 7 પાનાંની ગાઈડલાઈન, જલ્દી લાગુ થશે નવા નિયમો
IPLમાં ‘હની-ટ્રેપ’નો ખતરો! ખેલાડીઓને બચા...
May 09, 2026
IPL 2026: 47 બોલમાં 10 છગ્ગા સાથે 100 રન... ફિન એલેનની સદીએ દિલ્હી KKRને અપાવી જીત
IPL 2026: 47 બોલમાં 10 છગ્ગા સાથે 100 રન...
May 09, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે કરી બતાવ્યું, રચ્યો ઇતિહાસ!
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કે...
May 09, 2026
IPL 2026, DC vs CSK : ચેન્નાઈનો દિલ્હી સામે 8 વિકેટે શાનદાર વિજય, સંજૂ સેમસન છવાયો
IPL 2026, DC vs CSK : ચેન્નાઈનો દિલ્હી સ...
May 06, 2026
IPL 2026: 'મને ક્યારેય T20નો બેટર ન ગણવામાં આવ્યો..', કેએલ રાહુલનું દર્દ છલકાયું
IPL 2026: 'મને ક્યારેય T20નો બેટર ન ગણવા...
May 06, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026