મારા પર ભાજપમાં સામેલ થવાનું દબાણ હતું: સંજય રાઉતના દાવાથી રાજકારણ ગરમાયું
November 08, 2024

દિલ્હી : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીન લઈને પાર્ટી અને વિરોધ પક્ષોના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે, તેમના પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. આ ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ માત્ર ભાગલા પાડવાના કામમાં જ વ્યસ્ત છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કહ્યું, "મારા પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. અનિલ દેશમુખ અને અનિલ પરબ પર પણ દબાણ હતું. ભાજપના લોકો અમારા પર દબાણ કરી રહ્યા હતા. ભાજપના લોકો પોતે વિભાજિત થયા છે અને હવે તેઓ બીજાઓમાં ભાગલા પડાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને યોગીજીનો પરિવાર એક નથી અને તેઓ 'બટને ઓર કટને' ની વાત કરી રહ્યા છે. યોગીજી તેમના પરિવાર સાથે રહેતા નથી અને ભાગલાની વાત કરી રહ્યા છે. યોગીજી, ચાર ભાઈઓ અલગ-અલગ રહે છે અને ભાગલાની વાત કરે છે." સાંસદ સંજય રાઉતે વધુમાં જણાવતાં કહ્યું કે, પ્રફુલ પટેલ અને પ્રતાપ સરનાઈક જે કહી રહ્યા છે, તેમનો કોઈ મતલબ નથી. આ લોકોએ EDથી બચવા માટે પાર્ટી છોડી દીધી હતી. જ્યારે મારા પર પણ દબાણ કરવામાં આવ્યું, ત્યારે મેં ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો. કેટલાય લોકો પર પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું દબાણ હતું, જેથી કમજોર લોકો પાર્ટી છોડી દીધી હતી."
Related Articles
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું નવું અપડેટ : હજુ 6000 કરોડથી વધુની નોટો બજારમાં ફરે છે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું નવું અપડેટ :...
Jul 02, 2025
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેની નવી 'રેલવન' એપ લોન્ચ કરી
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલ...
Jul 02, 2025
આગામી 6થી 7 દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
આગામી 6થી 7 દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં...
Jul 02, 2025
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટ...
Jul 01, 2025
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિ...
Jul 01, 2025
Trending NEWS

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચ...
01 July, 2025

'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશુ...
01 July, 2025

જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં...
01 July, 2025

ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડતાં 9 કર્મચ...
01 July, 2025

હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ...
01 July, 2025

કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જે...
30 June, 2025

DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન,...
30 June, 2025

ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુ...
30 June, 2025

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્ર...
30 June, 2025

ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફ...
30 June, 2025