'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું', ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત
April 12, 2026
ભરૂચ- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવો મળી રહ્યો છે. આ દરમિયાન ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, 'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું...'આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે, 'ભાજપે મને ધારાસભ્યથી લઈને કેન્દ્રીય મંત્રી બનાવ્યો છે. પક્ષે મને ઘણું બધું આપ્યું છે, હવે આગામી 8મી ટર્મ હું ચૂંટણી નહીં લડું અને હવે પક્ષ પણ સક્ષમ ઉમેદવાર શોધે તે જરૂરી છે. ભરૂચ લોકસભા સામાન્ય બેઠક હોવા છતાં આદિવાસી નેતા તરીકે મને 7-7 વાર ટિકિટ આપી. હવે પાર્ટી નવા યુવાનોને તક આપે. આમ, મારા પછી પાર્ટી યુવા કાર્યકરોને તૈયાર કરે...'ઉલ્લેખનીય છે કે, સાંસદ મનસુખ વસાવા 1995માં ભાજપની પ્રથમ રાજ્ય સરકારમાં મંત્રી અને 2014માં પ્રથમ મોદી સરકારમાં કેન્દ્રીય આદિજાતિ જાતિ કલ્યાણ રાજ્યમંત્રી રહી ચુક્યા છે. મનસુખ વસાવા વર્ષ 1998થી ભરૂચ લોકસભા બેઠકમાં 7 ટર્મથી સાંસદ રહ્યા છે.
Related Articles
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખ...
May 05, 2026
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33% તો સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33...
May 04, 2026
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવ...
May 02, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026