હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
April 24, 2026
સુરત - સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે 'આપ'ના ઉમેદવારો પાસે પક્ષ દ્વારા જીત્યા બાદ પક્ષપલટો નહીં કરે તેવી એફિડેવિટ લઈ લેવામાં આવી હોવાની ચર્ચાથી રાજકારણ ગરમાયું છે. જોકે, હજુ સુધી 'આપ' દ્વારા એફિડેવિટ અંગે સત્તાવાર ખુલાસો કરાયો નથી પણ 'આપ'ના વર્તુળમાં જ એફિડેવિટ લીધી હોવાની ચર્ચા આજે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના પક્ષપલટા બાદ આ એફિડેવિટની જોરશોરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સુરત પાલિકાની ગત ચૂંટણીમાં 'આપ' 27 બેઠક સાથે વિપક્ષમાં આવ્યું હતું પરંતુ થોડા જ સમયમાં 'આપ'ના એક બાદ એક 14 કોર્પોરેટરોએ ઝાડુ છોડી કમળ પકડી લીધું હતું. 'આપ'ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા પક્ષપલટાના કારણે પક્ષની ઈમેજનું ધોવાણ થયું હતું. કટ્ટર ઈમાનદાર પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં વેચાઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં 'આપ' આક્રમક લડી રહ્યું છે પરંતુ તેમના જીતેલા કોર્પોરેટરો વેચાઈ ગયાનો સોશિયલ મીડિયામાં કટાક્ષનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન આજે રાષ્ટ્રીય સ્તરે 'આપ'ના રાઘવ ચઢ્ઢા સહિતના સાત સાંસદો ભાજપમાં જોડાતા સુરતના 'આપ'ના કોર્પોરેટરોથી માંડી સાંસદો સુધીનાને 'આપ'માંથી જીત્યા બાદ પક્ષપલટાનો રોગ લાગ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરતમાં ફરીથી 'આપ'ના કોર્પોરેટર જીતે અને ભાજપમાં જતા રહે તેવી શક્યતા પહેલાથી જ વ્યક્ત થતી હતી. જેના કારણે 'આપ' દ્વારા ઉમેદવારોની પસંદગી બાદ પાર્ટી મેન્ડેટ આપતી વખતે જ આ વખતે ‘જીત્યા બાદ આપનો સાથ છોડીશું નહીં, પક્ષપલટો કરીશું નહીં’ તે બાબતની બાંહેધરી-એફિડેવિટ તમામ ઉમેદવારો પાસે લઈ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પક્ષ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે એફિડેવિટ અંગે ચાલતી ચર્ચા વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ 'આપ'ના વર્તુળમાં જ ઉમેદવારો પાસે એફિડેવિટ લીધી હોવાનું રાઘવ ચઢ્ઢાના પક્ષપલટા બાદ જોરશોરમાં ચર્ચાઈ રહ્યું છે.
Related Articles
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું પત્તું કપાયું, વી.ડી. સતીશનને મળી સત્તા
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણ...
May 14, 2026
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભારતના આ રાજ્યમાં કુદરતે વિનાશ વેર્યો
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભા...
May 14, 2026
સોનિયા ગાંધીની તબીયત લથડી, ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર
સોનિયા ગાંધીની તબીયત લથડી, ગુરુગ્રામની હ...
May 13, 2026
ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ વધશે: દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ
ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ વ...
May 11, 2026
હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પરિવારની કાર ખાઈમાં ખાબકતા 6ના મોત, 4ના મોત
હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પર...
May 11, 2026
વિજયના શપથગ્રહણમાં અભિનેત્રી ત્રિશાની હાજરીથી સોશ્યલ મીડિયા પર ગરમાટો
વિજયના શપથગ્રહણમાં અભિનેત્રી ત્રિશાની હા...
May 11, 2026
Trending NEWS
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો
11 May, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026