છત્તીસગઢના સુકમામાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ, ASP આકાશ રાવ શહીદ, અનેક જવાન ઘાયલ
June 09, 2025

છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓએ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કર્યો છે. તેમણે અધિકારીની કારને ઉડાવી દીધી હતી, જેમાં કોન્ટા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે. જ્યારે અન્ય જવાનો ઘાયલ થયાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, નક્સલીઓએ મંગળવારે (10મી જૂન) બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટ થયો હતો. જેમાં ASP આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી આકાશ રાવ ગિરીપુંજે રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ, જે એક સમયે નક્સલીઓના ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું, તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી જૂન 2025ના રોજ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ સાત નક્સલીઓ ઠાર મરાયા છે. મહત્ત્વની વાત એ છે કે આ માર્યા ગયેલા નક્સલીઓમાં બે ટોચના લીડર સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે.
Related Articles
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની...
Jul 05, 2025
યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા
યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધ...
Jul 05, 2025
ત્રિનિદાદમાં વડાપ્રધાન મોદીને 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક' એવોર્ડથી સન્માનિત કરાયા
ત્રિનિદાદમાં વડાપ્રધાન મોદીને 'ધ ઓર્ડર ઓ...
Jul 05, 2025
99 ભૂલો માફ કર્યા પછી, મારું ચક્ર શરૂ થશેઃ તેજપ્રતાપ યાદવ
99 ભૂલો માફ કર્યા પછી, મારું ચક્ર શરૂ થશ...
Jul 05, 2025
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ...
Jul 05, 2025
પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના પર ગુસ્સે થયા પૂર્વ CM
પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના પ...
Jul 04, 2025
Trending NEWS

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025