પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આ દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડશે
March 11, 2025

નવા પાસપોર્ટ કે પાસપોર્ટ રિન્યૂ માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય તેવા લોકો માટે આ મહત્ત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટની અરજી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી હવે દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયા કડક થઈ છે. જેથી પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાને અનુસરવી હવે અનિવાર્ય બની છે. ઇન્ડિયન ગેઝેટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, નવા અથવા રિન્યૂ થયેલા પાસપોર્ટ માટે અરજી કરવા માંગતા ભારતીય નાગરિકોએ કેન્દ્રની સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. આ નવા રેગ્યુલેશન્સ પાસપોર્ટ (સુધારણા) નિયમો, 2025 તરીકે લાગુ થઈ શકે છે.
હવે જન્મનો દાખલો અનિવાર્ય : જે લોકો 1 ઑક્ટોબર, 2023ના રોજ કે ત્યારબાદ જન્મ્યા હશે, તેઓએ પાસપોર્ટ માટે અરજી કરતી વખતે ફરિજ્યાતપણે જન્મના પ્રમાણપત્ર તરીકે જન્મનો દાખલો આપવો પડશે. જન્મનો દાખલો નહીં હોય તો પાસપોર્ટની અરજી થઈ શકશે નહીં. મ્યુનિસિપલ કૉર્પોરેશન જન્મ-મરણની નોંધણી કરે છે. જેની પાસેથી જન્મનો દાખલો મળી શકે છે. આ સિવાય જન્મ-મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 અંતર્ગત માન્યતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થા દ્વારા જારી જન્મનું પ્રમાણપત્ર માન્ય છે.
જૂના અરજદારો માટે વિકલ્પ : 1 ઑક્ટોબર, 2023 પહેલાં જન્મેલા લોકો નીચે આપેલા દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજનો જન્મના પુરાવા તરીકે ઉપયોગ કરી શકે છે.
- સરકારી સેવા રૅકોર્ડની કોપી
- પાન કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- મેટ્રિક સર્ટિફિકેટ
- પબ્લિક લાઇફ ઇન્સ્યોરન્સ બિઝનેસ પોલિસી બોન્ડ
- આધાર કાર્ડ તથા ઈ-આધાર
- EPIC -ઈલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ
એડ્રેસ ડિજિટલી એમ્બેડ થશે : પાસપોર્ટ માટે એડ્રેસના પુરાવા તરીકે રેસિડેન્શિયલ એડ્રેસનું ડિજિટલ એમ્બેડિંગ થશે. સુરક્ષા અને ગોપનીયતામાં સુધારો કરવાના હેતુ સાથે પાસપોર્ટના અંતિમ પેજ પર હવે રેસિડેન્શિયલ એડ્રેસ પ્રિન્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે આ ડેટા બારકોડમાં સ્ટોર કરવામાં આવશે. જેથી ઇમિગ્રેશન ઑફિસર જરૂર પડે તો બારકોડ સ્કેન કરી એડ્રેસ વિશે માહિતી મેળવી શકશે.
એડ્રેસના પુરાવા માટે આ દસ્તાવેજો જરૂરી :
વીજ બિલ
ટેલિફોન બિલ (પોસ્ટ-પેઇડ મોબાઇલ તથા લેન્ડલાઇન)
પાણીનું બિલ
આધાર કાર્ડ
રેન્ટ એગ્રિમેન્ટ
ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર
ઈલેક્શન કમિશન પિક્ચર આઇડી કાર્ડ
ગેસ કનેક્શનના પુરાવા
ઔપચારિક લેટરહેડ સાથે એમ્પ્લોયમેન્ટ સર્ટિફિકેટ
વાલીના પાસપોર્ટની નકલ ( જો અરજદાર સગીર હોય)
સ્પાઉસની પાસપોર્ટ નકલ
પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક, ખાનગી બૅન્ક, કે સહકારી બૅન્કમાંથી જારી કરવામાં આવેલી પાસબુક
હવે વાલીઓના નામ પાસપોર્ટ પર નહીં છપાય : પાસપોર્ટના નવા નિયમો અનુસાર, પાસપોર્ટના છેલ્લા પાનાં પર વાલીઓના નામ લખવામાં આવશે નહીં. આ નિર્ણય ડેટાને ગુપ્ત રાખવાના ઉદ્દેશ સાથે લેવામાં આવ્યો છે. આ નિર્ણય સિંગલ પેરેન્ટ્સ ધરાવતા અને અનાથ બાળકો માટે લાભદાયી બનશે.
પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કરાશે વધારો : તમામ લોકોને પાસપોર્ટ સેવાનો લાભ આપવાના હેતુ સાથે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં વધારો કરાશે. એપ્લિકેશન અને વેરિફિકેશન પ્રક્રિયા ઝડપી બનશે. આગામી પાંચ વર્ષમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર 442થી વધારી 600 કરાશે. વિદેશી બાબતોના મંત્રાલય અને પોસ્ટ વિભાગે આ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે.
કલરના આધારે પાસપોર્ટની ઓળખ : ઓળખને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે હવે પાસપોર્ટના કલરના આધારે કોડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેમાં સરકારી અધિકારીઓને સફેદ પાસપોર્ટ, ડિપ્લોમેટ્સને લાલ પાસપોર્ટ અને સામાન્ય નાગરિકોને બ્લ્યૂ પાસપોર્ટ મળશે.
Related Articles
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની...
Jul 05, 2025
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલા...
Jul 05, 2025
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે એ ગુજરાતી છે, નાટકો કર્યા તો કાનની નીચે મારીશું જ', રાજ ઠાકરેની ખુલ્લી ધમકી
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે...
Jul 05, 2025
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની...
Jul 05, 2025
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું - 'જે બાલા સાહેબ ન કરી શક્યા તે ફડણવીસે કરી દીધું...'
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું...
Jul 05, 2025
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની...
Jul 05, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025