ભારત સહિત અનેક દેશોમાં YouTube થયુ ઠપ્પ

February 18, 2026

યુટ્યૂબની સર્વિસ અચાનક અનેક દેશોમાં બંધ થઈ ગઈ છે. ડાઉન ડિટેક્ટરએ પણ આ અંગે માહિતી આપી છે અને લાખો લોકોએ તેની ફરિયાદ નોંધાવી છે. જ્યારે યુઝર્સે યુટ્યૂબ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ સર્વિસ એક્સેસ કરી શક્યા નહોતાં, જેના કારણે લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ અંગે માહિતી શેર કરી. અમેરિકા માં 3 લાખથી વધુ લોકોએ ડાઉન ડિટેક્ટર પર તેનો રિપોર્ટ કર્યો છે.

યુટ્યૂબનું હોમપેજ લોડ થતુ નથી અને યુઝર્સને એરર મેસેજ દેખાઈ રહ્યો છે, જેના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે. ભારત, બ્રિટન અને અમેરિકા સહિત અનેક દેશોમાં યુટ્યૂબ પ્રભાવિત થયું છે. સર્વિસ બંધ થયા બાદ યુટ્યૂબ એ X પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું કે જો તમને હજુ પણ યુટ્યૂબ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમે એકલા નથી. તેમની ટેક્નિકલ ટીમ સમસ્યા ઉકેલવા માટે કામ કરી રહી છે અને જલ્દીથી સમસ્યા દૂર કરવામાં આવશે.