Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભુજમાં કારે બાઈકને ફંગોળી, ગુજરાતમાં અકસ્માતની 3 ઘટનામાં કુલ 5ના મોત, 2 ગંભીર

December 28, 2024

ભુજ : ગુજરાતમાં ત્રણ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. ભુજ શહેરના કોકડી રોડ પર કાર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિ, ધોળકામાં બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિ અને બનાસકાંઠાના ધાનેરા નેનાવા હાઈવે પર બાઈક અને પીક-અપ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ થઈને પાંચ વ્યક્તિના મોત નીપજ્યાં. જ્યારે બે લોકો ગંભીર હોવાથી હાલ સારવાર હેઠળ છે.  ભુજ શહેરના કોડકી રોડ ઉપર આજે શનિવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં બીએસએફ કેમ્પ પાસેના ચાર રસ્તા પર પૂરઝડપે આવી રહેલા એક કાર ચાલકે ત્રિપલ સવારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ફંગોળાયા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.


સમગ્ર ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસ જણાવ્યું હતું કે, કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સવાર એક યુવકનું ઘટના સ્થળે અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે. ઘટનામાં ભુજના નરેશ ભીમજી ચારણ (ઉં.વ. 27) અને આમદ હાસમ સમા (ઉં.વ.37)નું મોત નીપજ્યું. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી.