દિવાળી ટાણે ફૂડ વિભાગ એક્શનમાં, વિવિધ ખાદ્યપદાર્થોના 185 નમૂના લીધા

October 26, 2024

ભાવનગર શહેરમાં દિવાળી તહેવારના પગલે મહાપાલિકાના ફૂડ વિભાગે વડી કચેરીની સૂચના મુજબ ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખી છે, જેમાં આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ ફેરીયાઓ પાસેથી ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 

ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વડી કચેરીની સૂચના અનુસાર દિવાળીના તહેવારના પગલે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાવનગર મનપાના ફૂડ વિભાગે સતત 22 દિવસ ખાદ્ય પદાર્થના વેચાણકારો ઉપર કાર્યવાહી કરી છે. દિવાળીના તહેવારોને પગલે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મનપાના ફૂડ વિભાગ ચેકિંગ હાથ ધર્યું છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણ સહિતની દુકાનોમાં કુલ 185 ખાદ્યપદાર્થોના નમૂના લીધા છે. દૂધ અને દૂધની બનાવટ, ઘી, મસાલા, પનીર, માવા-મીઠાઈ સહિતના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મીઠાઈ,બરફી અને મીઠા માવા સહિત કુલ 185 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેવાયેલ તમામ નમુનાઓને તપાસ અર્થે અમદાવાદ અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.