આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને
February 15, 2026
નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારનું બજેટ રજૂ કરી શકશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી 'ધ્વનિ મત' દ્વારા કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.
Related Articles
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026