ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
May 09, 2026
આજની ઝડપી જીવનશૈલી અને માનસિક તણાવને કારણે આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન કુલ 8,984 લોકોએ વિવિધ કારણોસર આપઘાત કર્યો હતો. આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 24થી 25 વ્યક્તિઓ પોતાની જીવનલીલા સંકેલી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, આપઘાત કરનારાઓમાં પુરુષોની સંખ્યા સૌથી વધુ છે. કુલ બનાવોમાં 71 ટકા પુરુષો અને 29 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને 18થી 45 વર્ષની વયના યુવાનોમાં આ પ્રમાણ 60-65 ટકા જેટલું ઊંચું જોવા મળ્યું છે.
ગુજરાતના કુલ આપઘાતના કિસ્સાઓમાંથી 30 ટકા કેસ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગરોમાં નોંધાયા છે. દેશના તમામ શહેરોમાં સૌથી વધુ આપઘાતનું પ્રમાણ ધરાવતા શહેરોમાં રાજકોટ બીજા ક્રમે છે.
આત્મહત્યા પાછળના કારણોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે, 40 ટકા બનાવો પારિવારિક ઝઘડા અને કેન્સર, એઈડ્સ કે પેરાલીસિસ જેવી ગંભીર શારીરિક બીમારીઓ જવાબદાર છે. બીમારીના કારણે થતા આપઘાતમાં 45થી 50 ટકા કિસ્સાઓમાં માનસિક બીમારી મુખ્ય કારણ રહી છે.
આર્થિક અને સામાજિક કારણોસર વિવિધ વર્ગના લોકોમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. જેમાં કુલ બનાવોના 35% દૈનિક વેતન મેળવતા મજૂરો છે. આશરે 20% ગૃહિણીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓમાં પણ આપઘાતનું પ્રમાણ નોંધપાત્ર રીતે જોવા મળ્યું છે.
વર્ષ 2023 ની સરખામણીએ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આત્મહત્યાના દરમાં 2 થી 4% નો ઘટાડો થયો છે, જ્યારે તેની સામે ગુજરાતમાં 0.4% નો વધારો નોંધાયો છે. ગુજરાતની આત્મહત્યાની સરેરાશ દેશની રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026