ગુજરાતમાં બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે', બજેટ કરતાં દેવાનો આંકડો મોટો
February 21, 2025
અમદાવાદ : નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કુલ રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ ફાળવણી પાછળ પણ રાજકીય ગણિત હોવાનું દેખાઈ રહ્યું છે. ગુરુવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાતની પ્રજાને રૂ. 148 કરોડની નજીવી વેરારાહત આપવામાં આવી છે. પ્રજા પર કોઈ જ નવા વેરાનો બોજ નાખવામાં આવ્યો નથી પરંતુ ઐતિહાસિક બજેટ કરતાં ગુજરાતનું દેવું વધી ગયું છે. આજે ગુજરાતમાં જન્મ લેનાર પ્રત્યેક ગુજરાતી બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર પહોંચી ગયું છે. જેને લઈને વિપક્ષે સરકારને આડેહાથે લીધી છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર થયું છે. આ રકમ ગુજરાતના 2025-26ના બજેટ કરતાં પણ વધારે છે. જાહેર દેવા પેટે ગુજરાત સરકારે વર્ષ 2023-2024માં બે વર્ષમાં વ્યાજ પેટે 25,212 કરોડ ચૂકવ્યા છે, અને રૂ. 26149 કરોડ મુદ્દલ ચૂકવી છે. જ્યારે નાણાકીય સંસ્થાની લોન 7 હજાર કરોડ, બજાર લોન 51 હજાર કરોડ તેમજ કેન્દ્રીય લોન 7 હજાર 634 કરોડની ચાલુ છે. જ્યારે 2022-2023ના વર્ષમાં ગુજરાત સરકારે જાહેર દેવા પેટે 23442 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું જ્યારે 22159 કરોડની મુદ્દલ ચૂકવી દેવામાં આવી હતી.
ગુજરાત સરકારના જાહેર દેવા મુદ્દે કોંગ્રેસ સરકારે ભાજપને ઘેરતાં આકરાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિશાન સાધતાં કહ્યું હતું કે સરકારી નીતિ દેવું કરીને ઘી પીવા જેવી છે. 'સરકારે ઉત્સવો, તાયફા કરવા માટે લોન લઈને દેવું કર્યું છે. ગુજરાતની જનતા માથે સતત દેવું વધી રહ્યું છે. 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતીના માથે 66,000 રૂપિયાનું દેવું છે. આ મુજબ ગુજરાતમાં જન્મતું બાળક 66,000ના દેવા સાથે મોટું થાય છે.
એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ દેવું વધીને 4 લાખ 55 હજાર 537 કરોડ થશે. જ્યારે 2026-2027ના અંતે દેવું વધીને 4 લાખ 73 હજાર 651 કરોડ થશે.
Related Articles
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026