ગુજરાતમાં ભરઉનાળે માવઠું! હજુ આગામી 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
May 04, 2025
આણંદ : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આજે રવિવારે (4 મે, 2025) વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 8 મે, 2025 સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે 4 મે, 2025ના રોજ અનેક વિસ્તારોમાં માવઠું થયું. હવામાન વિભાગની આગાહી મુજબ, 4-5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે મહેસાણા, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે.
રાજ્યમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં 6 મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ, 70-80 કિલો.મી. પ્રતિ કલાકની સ્પિડે પવન ફૂંકાવવો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં મધ્યમ મેઘગર્જનાની આગાહી હવામાન વિભાગે કરી છે.
Related Articles
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ, મનપાનું કાલે હાઈકોર્ટમાં સોગંદનામું
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધ...
Jul 01, 2026
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, અંડરપાસ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં...
Jul 01, 2026
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વાપીમાં 4.13 ઈંચ ખાબક્યો
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદા...
Jul 01, 2026
Trending NEWS
02 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026