ભારતમાં દર વર્ષે સર્જરી બાદ 15 લાખ દર્દીને થાય છે સંક્રમણ, ICMRના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
January 13, 2025

ભારતમાં સર્જરી બાદ દર વર્ષે સરેરાશ 15 લાખ દર્દીઓ સંક્રમણનો ભોગ બને છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના તાજેતરના અહેવાલમાં સર્જરી પછીનું સંક્રમણ એટલે કે સર્જિકલ સાઈટ ઈન્ફેક્શન (SSI) અંગેની આ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હકીકતમાં SSI ત્યારે થાય છે જ્યારે સર્જરી દરમિયાન લગાવવામાં આવેલા ચીરામાં ઘૂસીને બેક્ટેરિયા તેને સંક્રમિત કરી દે છે. ICMRના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સર્જરી બાદ દર્દીઓમાં SSI સંક્રમણનો દર 5.2% છે જે ઘણા વિકસિત દેશો કરતા વધારે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાડકા અને સ્નાયુઓ સાથે સંબંધિત સર્જરી અથવા ઓર્થોપેડિક સર્જરીના કિસ્સાઓમાં SSI દર 54.2 % છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ICMR એ SSI સર્વેલન્સ નેટવર્ક લોન્ચ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય આવા સંક્રમણોને રોકવા માટે દેશભરના ડોકટરોની મદદ કરવાનો છે. ICMR એ ત્રણ મુખ્ય હોસ્પિટલો AIIMS દિલ્હી, કસ્તુરબા હોસ્પિટલ, મણિપાલ અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈમાં 3,090 દર્દીઓની સર્જરીઓ પર આ અભ્યાસ કર્યો હતો. સ્ટડીમાં સામે આવ્યું કે, ઓર્થોપેડિક સર્જરી કરાવતા દર્દીઓમાં SSIનું જોખમ વધારે છે. કુલ દર્દીઓમાંથી 161 દર્દીઓ (5.2%) સર્જરી બાદ SSIની લપેટમાં આવ્યા હતા. સામાન્ય રીતે 120 મિનિટ એટલે કે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી સર્જરી બાદ દર્દીઓને SSIનું જોખમ વધી જાય છે.
Related Articles
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું નવું અપડેટ : હજુ 6000 કરોડથી વધુની નોટો બજારમાં ફરે છે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું નવું અપડેટ :...
Jul 02, 2025
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેની નવી 'રેલવન' એપ લોન્ચ કરી
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલ...
Jul 02, 2025
આગામી 6થી 7 દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
આગામી 6થી 7 દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં...
Jul 02, 2025
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટ...
Jul 01, 2025
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિ...
Jul 01, 2025
Trending NEWS

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચ...
01 July, 2025

'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશુ...
01 July, 2025

જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં...
01 July, 2025

ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડતાં 9 કર્મચ...
01 July, 2025

હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ...
01 July, 2025

કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જે...
30 June, 2025

DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન,...
30 June, 2025

ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુ...
30 June, 2025

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્ર...
30 June, 2025

ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફ...
30 June, 2025