જુનાગઢમાં સાધુ-સંતોનો વધ્યો વિવાદ, ગિરનાર મંડળના સાધુએ ધર્મને ધંધો બનાવ્યો : હરિદાસ

November 25, 2024

અંબાજી મંદિરના મહત્વનો વિવાદ દિવસે વધુ ગૂંચવાતો જાય છે.મહેશગીરીબાપુ અને હરગીરીબાપુના વિવાદ વચ્ચે હવે અન્ય સાધુઓ પણ મેદાનમાં આવ્યા છે.ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ અને સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ દ્વારા હરીગીરીબાપુ સામે વિરોધ થઈ રહ્યો છે.ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે.

ગિરનાર મંડળના સાધુઓ અને ખાસ કરીને હરિ ગીરી બાપુ સામે તેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હરિ ગીરી બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે.સાધુઓને પૈસાની હાલત ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે.

ભવનાથ મંદિરના મહંત તરીકે રમેશગીરી બાપુ હતા તેમના બાદ તનસુખ ગીરી બાપુને મહંત તરીકે બનાવવામાં આવ્યા હતા અને મહંત તરીકે તનસુખ ગીરીબાપુને હટાવીને હરિ ગીરી બાપુએ શેલજા દેવીને મહદ્ધ તરીકે બેસાડ્યા હતા જેને ભવનાથ સાથે કંઈ જ લેવાદેવા નથી એક દોઢ વર્ષ તેમને મદદ તરીકે રાખ્યા બાદ તેમને પણ હટાવીને જયશ્રીકાનંદને ભવનાથના મહંત તરીકે બેસાડી દીધા અને હવે હરી ગીરીબાપુ પોતે તેના મહંત તરીકે બેસી ગયા છે એના ભવનાથનો કબજો લેવા માંગે છે.