IND vs ENG: ભારતીય ટીમે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને આપ્યો 357 રનનો ટાર્ગેટ, શુભમન ગિલની સદી
February 12, 2025
ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. શુભમન ગિલે 102 બોલમાં 112 રન બનાવ્યા હતા.
તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે 64 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઘણાં સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા વિરાટ કોહલીએ 55 બોલમાં 52 રનની સારી ઇનિંગ રમી હતી.
ઇંગ્લેન્ડના લેગ સ્પીનર આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી હતી. રાશિદે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સાકિબ મહમુદ, ગસ એટકિન્સન અને જો રૂટને એક-એક સફળતા મળી હતી.
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
08 August, 2026
08 August, 2026