IND vs NED: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, બંને ટીમોની પ્રથમ મેચ થઇ હતી રદ્દ
October 03, 2023

વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થવાની છે. હાલ વર્લ્ડ કપમાં ભાગ લેનારી 10 ટીમો વચ્ચે વોર્મઅપ મેચ રમાઈ રહી છે. આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે તિરુવનંતપુરમ(India vs Netherland Warm Up match)ના મેદાનમાં બપોરે 2:00 વાગ્યાથી વોર્મઅપ મેચ રમાશે. વર્લ્ડ કપ શરુ થવા પહેલા તમામ 10 ટીમોને 2-2 વોર્મઅપ મેચ રમવાનો મોકો આપવામાં આવ્યો છે. ભારત અને નેધરલેન્ડ્સની પ્રથમ વોર્મઅપ મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડ કપ 2023 માટે નેધરલેન્ડ્સ સામેની મેચમાં પોતાની તૈયારીઓને મજબૂત કરવા મેદાન પર ઉતરશે. વોર્મઅપ મેચમાં પ્રત્યેક ટીમની પોતાના 15 ખેલાડીઓને મેદાન પર ઉતારવાની અનુમતિ છે પરંતુ ફિલ્ડીંગ સમયે માત્ર 11 ખેલાડીઓ જ મેદાન પર હજાર હશે. ભારત વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 2-1થી વનડે સિરીઝ જીત્યું હતું. તે પહેલા ભારતે એશિયા કપ 2023ની ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ભારત વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરશે. જયારે નેધરલેન્ડ ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમશે.
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025