IND vs SL : ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું, એશિયા કપની ફાઈનલમાં એન્ટ્રી

September 13, 2023

એશિયા કપ-2023ના સુપર-4માં આજે ભારતનો શ્રીલંકા સામે 41 રને વિજય થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ થયો છે. ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં 213 રને ઓલઆઈટ થઈ ગઈ હતી, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રને ઓલઆઉટ થતા ભારતનો વિજય થયો છે. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ તરફથી એક માત્ર કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 48 બોલમાં 53 રન કર્યા હતા. જ્યારે કે.એલ.રાહુલે 39 રન, ઈશાન કિશને 33 રન, અક્ષર પટેલે 26 રન અને શુભમન ગીલે 19 રન ફટકાર્યા હતા. બાકીના તમામ ખેલાડીએ ડબલ ફિંગર સુધી પણ પહોંચી શક્યા નહતા. રોહિત શર્માએ એશિયા કપમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી છે. તેણે નેપાળ, પાકિસ્તાન સામે પણ ફિફ્ટી ફટકારી હતી.  ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચતા 10 હજાર રન પૂરા કર્યા છે. રોહિત શર્મા 10 હજાર રન કરનાર છઠ્ઠો ભારતીય બેટર બન્યો છે. રોહિતે કસુન રાજીથાની બોલ પર સિક્સ ફટકારીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. શ્રીલંકા તરફથી બોલર દુનિથ વિલ્લાગાની બોલિંગ સામે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. વિલ્લાગાએ 10 ઓવરમાં 1 મેડન નાખી 40 રન આપી 5 વિકેટ ઝડપી હતી, તો ચારિથ અસલંકાએ 9 ઓવરમાં 1 મેડન નાખી 28 રન આપી 4 વિકેટ ઝડપી હતી, જ્યારે મહેશ તિક્ષ્નાએ એક વિકેટ ખેરવી હતી. દુનિથ વિલાગાએ બોલિંગ ઉપરાંત બેટીંગમાં પણ કમાલ કરી હતી. વિલ્લાગાએ 5 વિકેટ ઝડપી હતી તો બેટીંગમાં તેણે 46 બોલમાં અણનમ 42 રન ફટકાર્યા હતા.
શ્રીલંકા તરફથી દુનિથ વિલ્લાગાના 42 રન, ધનંજય ડી સિલ્વાના 66 બોલમાં 41 રન, ચરિથી અસલંકાના 22 રન, એસ.સમરવિક્રમાના 17 રન, કુશન મેન્ડિસે 15 રન કર્યા હતા.