ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર ટળી

June 11, 2025

ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર ટળી ગયુ છે. સ્ટૈટિક ફાયરના ટેસ્ટીંગ પછી બૂસ્ટરની તપાસ દરમિયાન લિક્વિડ ઓક્સીજન (LOx) લીક થવાની જાણ થઇ હતી. આ મિશન પર બ્રેક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યુ હતુ. આ મિશન ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ISS મોકલવાના હતા.

સ્પેસએક્સે ઇન્ટરનેશલ સ્પેસ સ્ટેશન (ISS)ના નિર્ધારિત Axiom-4 મિશન લોન્ચ થવાનુ હતુ શુભાંશુ શુક્લાનું અંતરિક્ષ મિશન ફરી ટળ્યુ, આજે સાંજે Axiom Mission-4 શરૂ થવાનુ હતુ જે ફરી એકવાર સ્થગિત કરવાની પુષ્ટી કરી છે. શુભાંશુને લઇને Axiom-4 બુધવારે સાંજે 5.30 વાગ્યે લોન્ચ થવાનું હતુ Axiom-4 મિશન ભારત, પોલેન્ડ અને હંગેરીનું અંતરિક્ષ યાત્રી જોડાયેલા છે. 

સ્પેસએક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યુ છે કે Ax-4 મિશનના ફાલ્કન રોકેટ જે આજે સાંજે લોન્ચ થવાનું હતુ હાલ સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. મિથન સાથે જોડાયેલી તમામ ટીમ LOx લીક થવાને ટેકનીકલ મુશ્કેલી દૂર કરવાના કામમાં લાગ્યા છે. સ્વાભાવીક છે આ મિશન પર સમગ્ર દુનિયાની નજર છે અને આ મિશન ભારત માટે ખાસ છે. જેવી સમારકામ થશે નવા લોન્ચિંગની તારીખ જાહેર કરી દેવામાં આવશે.