ભયાનક દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા ભારતીય ખેલાડીઓ, કોહલીથી લઈ ગંભીર સુધી દરેક શોકમગ્ન

June 03, 2023

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા છે. આ સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે.ઓડિશાની આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર દેશ આજે શોક મનાવી રહ્યો છે. ત્યારે જે લોકો પ્રત્યક્ષ રીતે સેવામાં નથી પહોચી શકતા તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સંવેદના આપી રહ્યા છે તો બાજુ ભારતીય ક્રિકેટ જગતના ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પીડિત પરિવારજનોને સાત્વના પાઠવી હતી. અને મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો. 
  • વિરાટ કોહલી :- ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યુ કે, "ઓડિશામાં થયેલી દર્દનાક ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારી પ્રાર્થના એ પરિવારો સાથે છે કે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અને જે લોકો ઘાયલ થયા છે તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."
  • વિરેન્દ્ર સેહવાગ :-પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે લખ્યું, 'ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ સાથે થયેલ દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. પોતાના પ્રિયજનોને ગુમાવનારા દરેક પરિવારો માટે સંવેદના અને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા દરેક લોકો  ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરુ છું. 
  • ગૌતમ ગંભીર :- પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દુખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, 'ઓડિશામાં થયેલ જાનહાનિથી હું સ્તબ્ધ છું. ઈશ્વર પીડીત પરિવારોને શક્તિ આપે. અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટેની કામના કરું છું. દેશ તમારી સાથે ઉભો છે.
  • મયંક અગ્રવાલ :- ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મયંક અગ્રવાલ શોક વ્યક્ત કરતાં ટ્વીટ કરીને લખે છે કે, 'બાલાસોરમાં દુ:ખદ ટ્રેન દુર્ઘટનામાં જે લોકોને અસર થઈ છે તેવા દરેક પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યકત કરુ છું.'
  • ઈરફાન પઠાણ :- ભારતીય ક્રિક્ટ પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે લખ્યું છે કે, 'ઓડિશાનાં હૃદયદ્રાવક સમાચાર મળી રહ્યા છે. આ ભયાનક ટ્રેન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા પરિવારો માટે મારી સંવેદના અને પ્રાર્થના.