રશિયાની ભારતને મોટી ધમકી ! FATFની લિસ્ટમાં સામેલ થતા બચાવો નહીંતર સંબંધોનો અંત લાવીશું
May 24, 2023

યુક્રેન સાથેના યુદ્ધને કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. અહેવાલ અનુસાર, રશિયાએ કહ્યું છે કે જો ભારત રશિયાને FATFની 'બ્લેક લિસ્ટ' અથવા 'ગ્રે લિસ્ટ'માં સામેલ થવાથી નહીં બચાવે તો તે ભારત સાથેના સંરક્ષણ અને ઊર્જા સોદાને સમાપ્ત કરી દેશે. FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય આર્થિક ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે. FATFની બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ વધારવામાં આવે છે અને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર પડદા પાછળ રશિયા ભારત સહિત ગ્લોબલ સાઉથના ઘણા દેશોને FATF લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધને કારણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જૂનમાં રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પોતાને આર્થિક અલગતાથી બચાવવા માટે ભારતને સંરક્ષણ અને ઊર્જા સોદા ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે.
FATF એ ફેબ્રુઆરી 2023 માં રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. રશિયાની સદસ્યતા રદ કરતી વખતે FATFએ કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી FATFના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. FATF એ પણ કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી કાર્યવાહી ઉશ્કેરણીજનક છે. FATF સભ્યપદ રદ થયા બાદથી રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં એક રશિયન સ્ટેટ એજન્સીએ ભારતીય સમકક્ષને ચેતવણી આપી હતી કે જો FATF રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરે છે તો તેના ઊર્જા, સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રે ખૂબ ગંભીર પરિણામો આવશે. રશિયન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, "આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. આ રશિયા તરફથી અણધાર્યા અને નકારાત્મક પરિણામો અંગેની એક પ્રકારની ચેતવણી છે." રશિયન એજન્સીએ ભારતને FATFના આ પગલાને રાજકીય અને ગેરકાયદેસર ગણાવી તેનો વિરોધ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે જો રશિયાને પણ ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે તો તે ભારત માટે મુશ્કેલીઓનું કારણ બનશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારતે આ ચેતવણીઓનો જવાબ આપ્યો છે કે નહીં. આ સિવાય રશિયા કે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પહેલાથી જ ઘણા પ્રતિબંધો લગાવી દીધા છે. હાલમાં રશિયા પર સૌથી વધુ પ્રતિબંધો છે. આ પછી રશિયાએ પોતાની અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે ચીન, ભારત અને તાઈવાન જેવા દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. જો FATF રશિયાને બ્લેકલિસ્ટ કરે છે, તો આ દેશોને પણ રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખવું અત્યંત મુશ્કેલ બનશે. જેના કારણે રશિયન અર્થવ્યવસ્થા પડી ભાંગી શકે છે. આ બાબતથી વાકેફ એક અધિકારીએ કહ્યું છે કે રશિયાએ ચેતવણી આપી છે કે જો રશિયાને 'ગ્રે લિસ્ટ'માં સામેલ કરવામાં આવશે તો રશિયા માટે ભારતને શસ્ત્રોની સપ્લાય અને અન્ય પ્રોજેક્ટ્સ અંગેની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવી મુશ્કેલ બનશે. નામ જાહેર ન કરવાની શરતે અધિકારીએ કહ્યું કે યુદ્ધની શરૂઆતથી જ રશિયાએ FATF બેઠકમાં ભારતને મદદની અપીલ કરી છે. અગાઉ મે મહિનામાં પણ રશિયાએ કહ્યું હતું કે ભારત FATFનું વિશ્વસનીય સભ્ય છે. પરંતુ એ દુઃખની વાત છે કે ભારતે રશિયાના સસ્પેન્શનનો વિરોધ કર્યો નથી.

Related Articles
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર્મી જ શાસન કરી રહી છે : ઈમરાન ખાન
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર...
May 30, 2023
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શાંઘાઈમાં છેલ્લા 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શ...
May 30, 2023
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, બે મહિનામાં બીજી ઘટના
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગો...
May 30, 2023
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો ઘાયલ
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહ...
May 30, 2023
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા અભિનંદન, PM મોદીએ ટ્વિટ કર્યું
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેત...
May 30, 2023
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યક...
May 30, 2023
Trending NEWS

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને...
30 May, 2023

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો...
30 May, 2023

એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા...
30 May, 2023

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ, 31 મેના રોજ...
30 May, 2023

કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
30 May, 2023