ભારતના બોલરો ઉત્કૃષ્ટ દરજ્જાના છે અને ઘાતક પુરવાર થશે : સ્મિથ
June 06, 2023

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન ટીમના સૌથી આધારભૂત અને અનુભવી બેટસમેન સ્ટિવ સ્મિથે ભારતની બોલિંગ સમતુલાની તેમજ વેધકતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, અગાઉના વર્ષોમાં અમે ભારત સામે ટેસ્ટ ક્રિકેટ રમતા ત્યારે અશ્વિન ને જાડેજાથી જ સાવધ રહેવાની ચર્ચા કરતા તેઓ સામે વિશેષ તકેદારી રાખવી તે જ કેન્દ્ર સ્થાને રહેતી પણ છેલ્લા કેટલાક સમયથી ભારતના ફાસ્ટ બોલરો પણ ઘાતક પુરવાર થયા છે. વિશેષ કરીને મોહમ્મદ શમી અને સિરાજની જોડી બંને છેડેથી ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇન અપને પરેશાન કરી શકે છે. સ્મિથે જણાવ્યું હતું કે, શમી, સિરાજ અશ્વિન અને જાડેજા જેવા બોલરો ઓસ્ટ્રેલિયા માટે પડકારજનક રહેશે. ઇંગ્લેન્ડના ઑવલમાં બુધવારથી શરૃ થતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટેની પીચ હજુ મેં જોઈ નથી પણ તેમાં હાલ લીલું ઘાસ સારી માત્રામાં છે તે ટેસ્ટ શરૃ થયા પૂર્વે કાપવામાં આવશે તેમ મનાય છે. સ્મિથે પીચ અંગે અટકળ કરતા કહ્યું હતું કે, તે શરૃના ત્રણ દિવસ ફાસ્ટરોને વધુ મદદ કરી શકે છે પણ સ્પિનરોની ભૂમિકા આખરી બે દિવસમાં ઘણી જ મહત્ત્વની રહેશે. સ્મિથે લંડનના હવામાનની અનિશ્ચિતતાને પણ મેચની રમત ઉપર પ્રભાવ પાડનારી ગણાવી છે. ગઈકાલે ભરપુર સૂર્યપ્રકાશ ધરાવતું વાતાવરણ હતું. આજે વાદળછાયું હવામાન છે મેચના દિવસોમાં તેનું વર્તન પણ નિર્ણાયક બનશે. સ્મિથે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોની લાઇનઅપનો અંદાજ આપતા જણાવ્યું હતું કે, હેઝલવુડ ઇજાગ્રસ્ત હોઈ આ ટેસ્ટ નથી રમી રહ્યો ત્યારે તેના સ્થાને બોલેન્ડને તક મળી શકે છે. બોલેન્ડે આજે મહત્તમ બોલિંગ પ્રેક્ટિસ કરી હતી તે હરીફ ટીમ માટે ખૂબ જ ભયજનક બોલર છે. સ્ટાર્ક, કમિન્સ, બોલેન્ડ અને ગ્રીન ફાસ્ટ બોલર રહી શકે. સ્મિથને ટેસ્ટ ક્રિકેટના ભાવિ અંગે ચિંતા છે તેણે કહ્યું હતું કે, વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી અને લીગ ક્રિકેટ તેમજ શોર્ટ ફોર્મેટને જ હવે પસંદ રાય છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક રોમાંચક ટેસ્ટ રમાઈ છે ચાહકોને દિલધડક ટેસ્ટ આપવાની જરૃર છે.
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025